
ભરૂચ જિલ્લામાં દ્વિતીય અને નેત્રંગ તાલુકામાં પ્રથમ ક્રમાંકે પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ઝળકી;*ભરૂચ જિલ્લામાં આવેલ કે.જે. ચોક્સી પુસ્તકાલય ભરૂચ ખાતે કાર્યક્રમમાં પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાને ” સક્ષમ શાળા” તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેથી શાળા પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી છે. સક્ષમ શાળા એટલે વર્ષ ૨૦૨૪/૨૫ ના વર્ષ દરમિયાન બાળકોએ સ્વચ્છતા, હરિયાળી, પાણી, શૌચાલય, આરોગ્ય, જમીન, સલામતી, અને વર્તન પરિવર્તન સાથે ગુણોનું સંવર્ધન કરી “સક્ષમ શાળા”નું નિર્માણ કરેલ છે. જેને ધ્યાનમાં રાખતા પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળા ને “સક્ષમ શાળા” તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૪/૨૫ ”સક્ષમ શાળા” એવોર્ડ માં પીએમ શ્રી થવા બ્રાંચ પ્રાથમિક શાળાને ભરૂચ જિલ્લા કક્ષાએ દ્વિતીય અને નેત્રંગ તાલુકામાં પ્રથમ ક્રમ ગ્રામીણ શ્રેણીમાં આપવામાં આવ્યો છે.ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સચિન શાહ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જગદીપ મકવાણા ની ઉપસ્થિતમાં પીએમ શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળાને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*