
નર્મદા: રાજ્યમાં 25 જિલ્લામાં પોલીસ વડા અને નાયબ પોલીસ વડા ની બદલી ના હુકમો થયા હોય જેમાં નર્મદા જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ વડા ની બદલી ના હુકમ થયા છે .મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ની બદલી કરી તેમને બનાસકાંઠાના પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે તેમની જગ્યા પર કુ.વિશાખા ડબરાલ, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ, ઝોન – 3 અમદાવાદ શહેર ની નર્મદા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે આઇપીએસ લોકેશ યાદવ ની પણ નર્મદા જિલ્લા માંથી બદલી કરી સીઆઈડી ક્રાઇમ પોલિસ ભવન, ગાંધીનગર ખાતે બદલી કરી છે તેમની જગ્યા પર હાલ નર્મદા જિલ્લામાં કોઈ મુકાયું નથી.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*