Satya Tv News

બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા 4 દાયકાથી સાથે છે. બંન્નેની લવ સ્ટોરી એક ફિલ્મની સ્ટોરી જેવી રહી છે. ગોવિંદાએ વર્ષ 1987 માં સુનિતા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ શરૂઆતમાં તેમણે થોડા વર્ષો સુધી તેમના લગ્નની વાત જાહેર કરી ન હતી. એક વાત એ પણ છે કે, તેમના સંબંધો ઉતાર-ચઢાવ અને પ્રેમથી ભરેલા હતા. સમય જતાં ગોવિંદા અને સુનિતા બે બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક પુત્રી અને એક પુત્ર છે. હાલમાં જ સુનિતાએ તેમના પુત્રના જન્મ સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી.

એક ઈન્ટરવ્યૂમાં વાત કરતાં સુનિતાએ તેમના વાસ્તવિક જીવન વિશે વાત કરતાં કહ્યું કે, ‘જ્યારે મેં મારા પુત્ર યશને જન્મ આપ્યો, ત્યારે મારું વજન 100 કિલો હતું. મારું વજન ઘણું વધી ગયું હતું. મને લાગ્યું કે, હું મરી જઈશ. ત્યારે ગોવિંદા મારી બાજુ જોઈને રડવા લાગ્યો હતો. ત્યારે ભારતમાં સેક્સ ડિટેક્શન ટેસ્ટ કાયદેસર હતું. અમને ખબર હતી કે અમારે પુત્ર થવાનો છે. મેં નાટકીય રીતે ડૉક્ટરને કહ્યું કે, મારા પતિને પુત્ર જોઈએ છે. તેથી મહેરબાની કરીને બાળકને બચાવી લો, અને જો આ પ્રક્રિયામાં હું મરી જાઉં તો પણ કોઈ ફરક પડતો નથી. આ સાંભળીને ગોવિંદા ખૂબ જ રડવા લાગ્યો. તે ચીસો પાડવા લાગ્યો. આ અમારા દરેક માટે એક ફિલ્મી ક્ષણ હતી.’

હાલમાં જ ગોવિંદા અને સુનિતા તેમના લગ્નજીવનમાં તણાવને કારણે છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે, ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લેવાના છે. સુનિતાએ છૂટાછેડા માટે અરજી કરી હતી. સુનિતાએ ગોવિંદા પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. જોકે, હવે બંને સાથે આવી ગયા છે. તેમની ટીમે પણ પુષ્ટિ કરી છે કે ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લઈ રહ્યા નથી.

error: