
ભરૂચની દૂધધારા ડેરીની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખ્યો છે. વસાવાએ પત્રમાં જિલ્લા પ્રમુખ પર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું કે વર્તમાન પ્રમુખ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ જૂના કાર્યકરોની અવગણના કરે છે. તેઓ ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકોને આગળ ધપાવી રહ્યા છે.
સાંસદે દૂધધારા ડેરીના ઉમેદવાર પ્રકાશ દેસાઈ વિશે મહત્વનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે દેસાઈ ડેરીમાં એક લિટર દૂધ પણ આપતા નથી. છતાં રાજકીય દબાણથી તેમની ઉમેદવારી નોંધાઈ છે. વસાવાએ નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીના કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે આરોપ મૂક્યો કે જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર ભ્રષ્ટ તત્વોને બચાવી રહ્યા છે.