
સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે થી પોલીસે બાતમીના આધારે છાપો મારી ઇંગલિશ દારૂ સાથે એક ને ઝડપી પાડયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, નાઓએ આગામી મહાઉત્સવને ધ્યાને રાખી જિલ્લામા ગણપતિના ધ્યાનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે ઉદેશ્યથી પ્રોહીબીશન અંગેની ખાસ ઝુંબેશ હાથ ધરવામા આવેલ જે અનુસંધાને વિરલ ચંદન ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડિવીઝન તથા સી.ડી.પટેલ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સાગબારા પો.સ્ટે નાઓએ ઉપરોક્ત સુચનાઓ તેમજ માર્ગદર્શન આપતા પ્રોહી. કેશો શોધી કાઢવા કડક કાર્યવાહી હાથ ધરવામા આવેલ તે દરમ્યાન ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે, પાંચપીપરી ગામે રહેતો સુદામભાઈ રંજનભાઈ ઇન્દીશ એ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખીવેચાણ કરે છે. જે બાતમીના આધારે તેના ઘરમાં તપાસ કરતા પ્લા.ના ક્વાટરીયા નંગ-૨૪૦ કી.રૂ.૩૮,૪૦૦/-ના પ્રોહી. મુદામાલ સાથે તેને પકડી પાડી, તેના વિરૂધ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા