
ભરૂચ જિલ્લાની વાલીયા તાલુકાની મોજે સરદાર પ્રાથમિક વાલિયાની શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોનાક્ષીબેન અનીશભાઈ વસાવાને શાળા પરિસરના બહારથી ૧૦૦૦ રૂપિયા મળી આવ્યા હતા, જેમાં ૫૦૦ રૂપિયાની બે નોટ હતી. આમ આ ૧૦૦૦ રૂપિયા આ દીકરીએ શાળાના આચાર્ય હર્ષદબેન ગેમલસિંહ અટોદરીયા ને આપ્યા હતા. આમ આ ઉત્કૃષ્ટ ઉદાહરણ થકી આપણે શાળામાં એવું વાતાવરણનું નિર્માણ કરીશું કે આવનારા ભવિષ્યમાં બીજા વિદ્યાર્થીઓમાં પણ આ મૂલ્ય શિક્ષણ કેળવે તેમજ સારા નાગરિક તરીકે નૈતિક ફરજ પ્રત્યે સભાનતા કેળવવીએ. આમ પ્રાથમિક શાળા કક્ષાએ આપવામાં આવતું જીવન કૌશલ્ય શિક્ષણ આ ઉત્કૃષ્ટ ઉદાહરણ પરથી ચરિતાર્થ થતું જોવા મળે છે. આમ આપણે સૌ શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહીં પરંતુ સંસ્કાર, સેવા અને સમર્પણ નું તીર્થ માની એનું ગૌરવ વધારવા સતત પ્રયત્નશીલ રહીએ. આમ શાળા કક્ષાએ પ્રામાણિકતા, માનવતા, નીતિ, કર્તવ્ય નિષ્ઠા, કર્મનિષ્ઠા, આત્મનિર્ભર, આત્મનિષ્ઠા વગેરે ગુણો શીખવવામાં આવતા હોય છે. આમ શાળાની વિદ્યાર્થીની સોનાક્ષીબેન અનીશભાઈ વસાવાને શાળા પરિવાર અને શાળાના આચાર્ય હર્ષદબેન ગેમલસિંહ અટોદરીયા અભિનંદન પાઠવે છે અને આ દીકરી પ્રત્યે ગર્વની લાગણી અનુભવે છે.