Satya Tv News

*તાત્કાલિક સક્ષમ મોબાઇલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી સરકાર મોબાઈલ ન આપે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી પોતાના મોબાઇલ થી ફરજ પાડવાનું રોકવામાં આવે તેવી આરોગ્ય મંત્રી ને રજૂઆત*

નર્મદા: ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયન તરફથી જિલ્લા અને તાલુકા કક્ષા ધમકીઓ આપી પોતાના મોબાઈલ થી ઓનલાઈન કામગીરી કરવાની ફરજ પાડવામાં આવી રહી હોઈ તે તાકીદે રોકવા અને ઓનલાઇન કામગીરી માટે સરકાર દ્વારા મોબાઈલ આપવા રજૂઆત કરી છે

.તાજેતરમાં સરકાર દ્વારા મોબાઈલ આપ્યા વિના જ ઓનલાઇન કામગીરી મા વધારો કરેલ છે અને ફરજીયાત તાલીમો ગોઠવેલ છે. ત્યારે બહેનો પાસે સક્ષમ મોબાઈલ નથી અને હાલમાં જે કામગીરી સોંપવામાં આવી રહી છે તે પોતાના મોબાઈલ થી શક્ય જ નથી હેન્ગ થઈ જાય છે.આશ્ચર્યજનક રીતે આશાવર્કરો તથા ફેસિલેટરોના બિલોની કામગીરી પણ ડોક્યુમેન્ટ તો અપલોડ કરીને આશાવર્કર એ જ પોતાના મોબાઈલમાં બનાવવાના છે, તેવી સૂચના આપવામાં આવી છે તથા પહેલી ઓક્ટોબર થી આ કામગીરી શરૂ કરવાની રહેશે તેમ પણ સૂચના અપાઈ છે અને જો આ બિલ્ડીંગની કામગીરી અને ડાટા એન્ટ્રી ની કામગીરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કામગીરી આશા વર્કર કરશે નહીં તો તેઓને ઇનસેટિવ ની રકમો પણ ચૂકવવામાં આવશે નહીં તેવી ધમકી આપવામાં આવી છે. આ તદ્દન ગેર વ્યાજબી અને અશક્ય વાત છે કારણ કે આશા વર્કર પાસે સક્ષમ મોબાઈલ નથી અને જો આ ડોક્યુમેન્ટો અપલોડ કરે તો તેઓના મોબાઈલો હેંગ થઈ જાય તેવા સંજોગો છે, તેથી આવી સૂચના તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવે તેવી સૂચના આપવા વિનંતી છે.ઉપરોક્ત હકીકતે જ્યાં સુધી સક્ષમ મોબાઈલ સરકાર ન આપે ત્યાં સુધી ઓનલાઇન કામગીરીબંધ કરવા આદેશ આપવા વિનંતી કરાઈ છે. વધુમાં લાંબા સમયથી પગારોમાં પણ વધારો કરેલ નથી, લઘુતમ વેતન પણ આપવામાં આવતું નથી. 20 વર્ષની યોજના છતાં કાયમી કરાતા નથી હવે બહેનોની ધીરજનો અંત આવેલ છે તેથી તાકીદે લઘુતમ વેતન જેટલું સન્માન જનક વેતન આપવા જણાવીયે છીએ. તથા તે માટે યુનિયનના આગેવાનો ની બેઠક યોજવામાં આવે તેવી માંગણી છે. તારીખ અને સમય ફાળવવા વિનંતી છે.જો સરકાર દ્વારા નિર્ણાયક બેઠક યોજવામાં નહીં આવે તથા પગાર વધારા નો નિર્ણય કરવા, મોબાઈલ આપવામાં ન આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી બંધ કરવા આદેશ નહીં કરાય તથા આશા અને ફેસિલિએટર બહેનોની અન્ય માંગણીઓ ન ઉકેલાય તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આ રજૂઆત માં આપી છે.

.*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: