Satya Tv News

*પોલીસ વડા સાથે DySp વી.આર.ચંદન, ડી.જે.રાણા, રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર એ પણ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું;*નર્મદા: ERSS DIAL -112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત નર્મદા જિલ્લામાં આવેલ કુલ 8 PCR વાન ને પોલીસ અધિક્ષક, નર્મદા IPS વિશાખા ડબરાલ મેડમ સાથે ડીવાયએસપી વી.આર.ચંદન અને ડી.જે. રાણા (રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર) નાઓ દ્વારા નાગરિકોની ઇમરજન્સી સેવાઓ માટે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.આ 112 જનરક્ષક પ્રોજેક્ટ માં પોલીસ(100), મહિલા હેલ્પલાઈન (181) એમ્બ્યુલન્સ(108), ચાઇલ્ડ લાઇન 1098, ફાયર (101), ડિઝાસ્ટર ડેલ્પલાઈન (1070/ 1077) હવે આ તમામ ઇમરજન્સી સેવાઓ માટે એક જ હેલ્પલાઈન નંબર – 112 ડાયલ કરી જરૂરી ઉપરોક્ત કોઈપણ મદદ મેળવી શકાશે.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: