

* નર્મદા જિલ્લામાં નેશનલ મિશન ઓન એડીબલ ઓઈલ્સ (ઓઈલસીડ્સ) અંતર્ગત ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.), નર્મદા કૃષિ યુનિવર્સિટી, દેડીયાપાડા તથા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.આ તાલીમ અંતર્ગત તા.૧ ઓગસ્ટે ટાવલ ગામે તથા તા.૩ સપ્ટેમ્બરે પીપલાપાણી, તાલુકો સાગબારા ખાતે તાલીમ યોજાઈ હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા તથા વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. એચ. યૂ. વ્યાસના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમોમાં ખેડૂતોને વૈજ્ઞાનિક તથા પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું.કાર્યક્રમ દરમ્યાન ડો. વી.કે. પોશીયાએ સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી મહેશભાઈ વિસાતે સોયાબીન પાકમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે શ્રી ચંદ્રેશભાઈ ચૌધરી (ખેતીવાડી વિભાગ)એ સરકારશ્રીની વિવિધ સહાય યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ તાલીમ કાર્યક્રમોમાં ટાવલ અને પીપલાપાણી ગામના મળીને કુલ ૨૩૭ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ પણ સક્રિય હાજરી આપી હતી. ખેડૂતોને વિષયવાર માહિતી મળી રહે તે માટે સચોટ અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*