Satya Tv News

*નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કુકરદા ગામે નજીવી બાબતે એક યુવાનના માથામાં નારિયેળ મારી ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર સિધ્ધાર્થભાઈ સુરેશભાઈ વસાવા, રહે- કેવડી નિશાળ ફળીયુ,તા.દેડીયાપાડા નાઓએ આપેલી ફરિયાદ મુજબ. તેઓ ગણેશ વિસર્જન કરવા માટે ગયેલ તે વખતે દામજીભાઇ દેવજીભાઈ વસાવા ને પુછેલ કે, તુ કેમ મને માર મારવાનો છે તેમ પુછતા જેમ ફાવે તેમ ગાળો બોલતો હતો તે વખતે ગણપતભાઈ દેવજીભાઈ વસાવા એ તેનુ ઉપરાણુ લઈ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં નુ નાળીયેર સિદ્ધાર્થભાઈ ના માથાના ભાગે મારી દઈ ઈજા પહોંચાડેલ હોય તેમજ વિલેશભાઇ દામજીભાઇ વસાવા અને પ્રિતમભાઇ નવલભાઈ વસાવા નાઓએ જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરતા દેડિયાપાડા પોલીસે ચારે વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: