
*પતિ દ્વારા અવાર નવાર ફોન કરતા ગણપતિ વિસર્જનમાં અવાજ વધુ હોય મોબાઈલ ઉપર વાત નહીં થતા પત્ની કોઈ અન્ય પુરૂષ સાથે ફરવા ગઇ હશે તેવો વહેમ રાખી માર માર્યો;*
નર્મદા જિલ્લાના દેડિયાપાડા પોલીસ સ્ટેશન માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલા ને તેમના પતિ એ ખોટો વહેમ રાખી માર મારવાની ઘટના બાદ પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ આપતા ગુનો દાખલ થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર રાજેશ્રીબેન હિતેન્દ્રભાઈ માનસીંગભાઈ વસાવા (પોલીસ કોન્સ્ટેબલ, દેડિયાપાડા પો.સ્ટે.) હાલ રહે.ડેડીયાપાડા પોલીસ લાઇન, તા.ડેડીયાપાડા.જી.નર્મદા નાઓ સાગબારા તાલુકાના સેલંબા ખાતે ગણપતિ વિસર્જનના બંદોબસ્તમાં હતા તે વખતે તેમના પતિ હિતેન્દ્રભાઈ વસાવા અવાર નવાર ફોન કરતા હતા પરંતુ ગણપતિ વિસર્જન શોભાયાત્રામાં ઢોલ ત્રાસા વગાડવાનો અવાજ વધુ હોય જેથી મોબાઈલ ફોન ઉપર વાત થઈ શકતી ન હોય જેથી પતિ ને લાગેલ કે પત્ની કોઈ અન્ય પુરૂષ સાથે મોટર સાયકલ ઉપર બેસીને ફરવા માટે ગઈ હશે તેવો શક વહેમ રાખી પત્ની ને ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલી ત્યાથી ઘરે જવા માટે લઇ જતા હતા તે વખતે પત્ની રાજેશ્રીબેનના હાથમા રહેલ લાકડી ઝુટવી લઈ ચાલતા જતા હતા તે વખતે પતિ પત્ની ને મારવા માટે લાકડી ઉગામતો હતો તે વખતે પત્ની એ જણાવેલ કે હુ પોતે પોલીસ ડ્રેસમા છું તો મને અહી મારતા નહી તેવુ કહેતા પતિ એકદમ આવેશમા આવી જઈ તેના હાથમાં રહેલ લાકડીનો એક ફટકો પત્ની ને માથામા કપાળના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી નીકળી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જે માટે સાગબારા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*