
* સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાની વિદ્યાર્થીની સ્નેહાબેન જયંતીલાલ વસાવા દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગ “જર્ની ટુ દ મુન : ચંદ્રયાદ 3 ઇન વારલી આર્ટ”ને ભારત સરકારના કૉપીરાઇટ કચેરી તરફથી માન્યતા મળી છે.આ પેઇન્ટિંગમાં પરંપરાગત વારલી આર્ટ શૈલીનો ઉપયોગ કરી ચંદ્રયાન-3 મિશન અને ભારતના વૈજ્ઞાનિક પ્રયાસોને પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે. ખાસિયત એ છે કે, આ કલા કૃતિ કૅનવાસ બોર્ડ પર ગોબરથી લીપેલી અને રંગોની જગ્યાએ ચોખાના લોટ વડે તૈયાર કરવામાં આવી છે, જે તેને અનોખી અને સર્જનાત્મક બનાવે છે.આ કૃતિ પરંપરાગત કલા અને આધુનિક અંતરિક્ષ વિજ્ઞાનના સંયોજનનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા સ્નેહાબેન વસાવાને આ વિશેષ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવી છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*