
* નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે. તારીખ ૨૪-૮-૨૦૨૫ના રોજ પાલનપુર ખાતે યોજાયેલી નંદેયોસવરી માતાજી ટેમ્પલ નંડાબેટ યોગા ચેમ્પિયનશિપમાં કોલેજની ટીમે “બ્રોન્ઝ મેડલ” જીત્યો હતો. કોલેજના ચૌધરી પ્રિયા, વાઘમાર્યા ભારતી, ગાવિત તનીષા, ગામીત રીયા, વસાવા ટીંકલ, ખપેડ સાયલ અને જય પટેલ સહિતના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીોએ માત્ર પ્રદર્શન જ નથી આપ્યું પરંતુ ઓલ ઇન્ડિયા માટે સિલેક્શન પણ મેળવ્યું છે. કોલેજ, સંસ્થા અને સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારનારા તમામ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા અભિનંદન પાઠવ્યા છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*