

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ થવા ખાતે તા.6 અને 7 સપ્ટેમ્બર, 2025 ના રોજ અસ્મિતા પેન્ચક સિલાટ ખેલો ઇન્ડિયા 2025 (વુમન સીટી લીગ) પીએમ શ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવા ખાતે યોજાઇ હતી. જેમાં પીએમ શ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાની 100 થી પણ વધુ ધોરણ ૫ થી ૧૦માં અભ્યાસ કરતી ૧૦૦ થી વધુ દીકરીઓએ ભાગ લીધો. વજન પ્રમાણે કેટેગરી વાઈઝ અલગ અલગ 18 કેટેગરીમાં 5 ગોલ્ડ મેડલ, 11 સિલ્વર મેડલ અને 19 બ્રોન્ઝ મેડલ સાથે ટોટલ 35 મેડલ મેળવી આ દીકરીઓએ પીએમ શ્રી શ્રીકૃષ્ણ આશ્રમ શાળા, આદિજાતિ વિકાસ વિભાગ,સંસ્થા અને પૂરા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે પીએમ શ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના આચાર્ય શ્રીમતી રંજનબેન વસાવા, ગ્રામ નિર્માણ કેળવણી સંસ્થાના ટ્રસ્ટીગણ, નેત્રંગ તાલુકાના BRC સુધાબેન વસાવાએ ભાગ લેનાર અને મેડલ મેળવનાર તમામ દીકરીઓને અભિનંદન સાથે ખૂબ આગળ વધે એવી શુભકામના પાઠવી હતી. ભાગ લેનાર તમામ દીકરી 5 જીલ્લાના ટ્રાઇબલ વિસ્તાર માંથી આવે છે અને અત્રેની પીએમ શ્રી શ્રી કૃષ્ણ આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરે છે .આમ પ્રથમ વખત પેન્ચક સિલાટ ગેમમાં ઉતર્યા હતા. આ ગેમ રમતા પહેલા આશ્રમ શાળાના આચાર્ય શ્રીમતી રંજનબેન વસાવાએ નેશનલ, ઇન્ટરનેશનલ રમી ચૂકેલા ખેલાડી, સારા કોચને લાવી લાસ્ટ 1 વર્ષથી પેન્ચલ સિલાટ ગેમની વિદ્યાર્થીઓને ટ્રેનીંગ આપવામાં આવી હતી. આ આશ્રમ શાળા પીએમ શ્રી યોજના અંર્તગત પસંદગી પામેલી અને દેશની શ્રેષ્ઠ પીએમ શ્રી શાળાઓમાં સ્થાન ધરાવે છે ત્યારે બાળકોને પ્રોત્સાહિત અને સમગ્ર વિકાસ માટે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્રારા સ્પોર્ટ્સમાં વિદ્યાર્થી આગળ વધે એ માટે સ્પોર્ટ્સ પર્સનની નિમણુક તથા સ્પોર્ટ્સ કીટ આપવામાં આવે છે. આ બાળકો માટે પીએમ શ્રી યોજના, સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્રારા વિના મુલ્યે અનેક લાભો આપવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન ૬૦ થી વધુ એક્ટીવીટી આશ્રમ શાળામાં થાય છે. એ ખુબ મોટી ગર્વની વાત છે. આશ્રમ શાળાના આચાર્યશ્રી,શિક્ષક, કોચ દ્રારા ભવિષ્યમાં આ બાળકો ઓલોમ્પિકમાં ભાગ લે એ માટે સતત પ્રયત્નશીલ રહી ખુબ મહેનત કરે છે. ઉલ્લેખનીય છે કે હવે કર્ણાટક ખાતે નેશનલ ચેમ્પિયનશિપ 2025માં ભાગ લેવા આ બાળકો જશે અને ત્યાંથી એમનું સિલેક્શન થશે તો એશિયન ઓલમ્પિક રમવા જશે જે ભરૂચ જિલ્લા માટે ખૂબ મોટી ગર્વની હશે.
*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*