Satya Tv News

સ્ટેટ માર્ગ વિભાગે ત્રણ મહિનામાં ચાર વાર ખાડા પૂરવામાં આવ્યા તેમ છતાં ઠેર ઠેર ખાડાઓ ને કારણે વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઊઠયા;

નર્મદા જિલ્લાના ચિકદા થી ડેડીયાપાડા જવાનો 17 કીમીનાં રસ્તાની હાલત ખૂબ જ બિસ્માર થઈ ગઈ છે. દર વર્ષે ચોમાસુ આવતા જ આ રસ્તાની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે. તાલુકા મથક ડેડીયાપાડાને જોડતો આ રસ્તો વાહન વ્યવહાર માટે ખૂબ જ અગત્યનો માનવામાં આવે છે. ત્યારે ખૂબ ભારે વાહનો અહીંથી પસાર થતા હોય છે. હાલ અહીંયા ખૂબ જ મોટા મોટા ખાડા પડી ગયા છે. કરજણ નદી પરનો થવા પાસેનો બ્રિજ બંધ થતા ભારે માલવાહક વાહનોની અવર જવર આ હાઇવે ઉપર વધી છે. સ્ટેટ વિભાગ દ્વારા ચોમાસુ શરૂ થયાના 3 મહીનામાં ચાર થી પાંચ વખત આ રસ્તાનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું છે, પરંતુ રસ્તાની હાલત ખૂબ જ ગંભીર છે. વાહન ચાલકોને ખરાબ રસ્તાને કારણે વારંવાર અકસ્માતો નો સામનો કરવો પડે છે અને આ અકસ્માતમાં નાની મોટી ઈજાઓ થાય છે. ત્યારે સ્ટેટ હાઇવે વિભાગમાં આવતો રસ્તો નવો બનાવવમાં આવે તેવી રાહદારીઓની માંગ ઉઠી છે

.*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: