
નર્મદા જિલ્લામાં સતત ભારે વરસાદ ના કારણે બંને ડેમ માંથી પાણી છોડવામાં આવ્યું હતું સાથે અને નદી, નાળા છલકાઈ ગયા હોય કેટલાક બાળકો અને માણસો તણાઈ જવાની ઘટના સામે આવી હતી, જેમાં હાલમાં એક આધેડ વ્યક્તિ પણ નાલ ગામની નદીના પાણી નાં પ્રવાહમાં તણાઈ જતા મોત થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર માધવભાઈ ફુલજીભાઈ વલવી ઉવ.૬૮ રહે.નાલ, ઈટવાઈ ફળીયુ,તા.સાગબારા, જી.નર્મદા નાઓ ગઈ તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ સાંજના આશરે સાડા ચાર વાગ્યાથી તા.૦૮/૦૯/૨૦૨૫ ના કલાક:૧૦:૩૦ વાગ્યા દરમ્યાન કોઈ પણ સમય દરમ્યાન તેમના ખેતરે પગદંડી રસ્તે ચાલતા જતા હતા તે વખતે રસ્તામાં નદી ઓળંગતા અચાનક નદીનો પાણીનો પ્રવાહ વધી જતા પાણીમાં તણાઈ જતા, નદીના વહેણમાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેમનું મોત થતા સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*