Satya Tv News

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી-નર્મદા દ્વારા 10 Days Special Awareness Campaign અંતર્ગત ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના ઉચ્ચત્તર માધ્યમિક શાળા સાગબારા ખાતે મહિલા અને કિશોરીઓના સ્વાસ્થ્ય અને પોષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડિસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, મહિલા સહાયતા કેન્દ્ર-ડેડિયાપાડાની ટીમ દ્વારા કિશોરીઓ, મહિલાઓમાં સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમજ એનિમિયા પર ખાસ ભાર મુકવામાં આવ્યો અને તેના નિવારણ, જાગૃત્તા, નિદાન તથા મહિલાઓને અસર કરતા કેન્સર અંગે માહિતી આપવામાં આવી હતી. તેમજ મહિલાલક્ષી યોજના વિશે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેસીયાલિસ્ટશ્રી હેમંતકુમાર ચૌધરી, કેશુભાઇ વસાવા, મહિલા સહાયતા કેન્દ્ર ડેડીયાપાડાના કાઉન્સેલરશ્રી ગંગાબેન વસાવા, સંગમબેન વસાવા, ઉચ્ચત્તર માધ્યમિક શાળા સાગબારાના આચાર્યશ્રી પી.વી.કોઠારી તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: