
ડેડિયાપાડા તાલુકાના મોરજડી માથા મોગર ફળીયામાં પોલીસે જુગાર પર રેડ પાડી આઠ જેટલા જુગારીઓને દબોચી લીધા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા પોલીસે બાતમીના આધારે મોરજડી માથા મોગર ફળીયા માં જુગાર રમતા (૧) પ્રકાશ શાંતીલાલભાઈ વસાવા (૨) શાંતીલાલ દમણીયાભાઈ વસાવા (૩) માનસિંગ વિટલાભાઈ વસાવા (૪) નવનીત સુખલાલભાઈ વસાવા (૫) મહેશ ઓલીયાભાઈ વસાવા (૬) રમેશ ફતેસિંગભાઈ વસાવા (૭) મુળજી દમણીયાભાઈ વસાવા તેમજ (૮) રાજેશ શીવરામભાઈ વસાવા તમામ રહે.મોરજડી નાઓને ઝડપી પાડયા હતા. ત્યાં જુગાર ના દાવ ઉપરના રોકડા રૂ.૭૨૫૦/- તથા તથા અંગ ઝડતીના રૂ.૪૦૩૦/- સાથે મળી કુલ કિં.રૂ. ૧૧,૨૮૦/- નો મુદ્દામાલ સાથે તમામ જુગારીઓ સ્થળ ઉપર પકડાઈ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
.*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*