Satya Tv News

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખૈડીપાડા ગામે ગ્રામ પંચાયત ખાતે સરકારી બસ નંબર GJ.18 Z.4934 નાઈટ હોલ્ડ હતી તે દરમિયાન ચાર ઇસમોએ સરકારી બસ માંથી આશરે 200 લિટર ડીઝલ કિ.રૂ.17,100/- ની ચોરી કરી હતી. જે બાદ ડેડીયાપાડા પોલીસે ચારે ચોર ઇસમોને ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. જેમાં (1)વસાવા રવિન્દ્ર ચેતનભાઈ રહે.ઝાંક સોરા ફળિયું.તા.ડેડીયાપાડા જી.નર્મદા (2) વસાવા અશ્વિન મણિલાલભાઈ, રહે.વાડવા.તા. દેડિયાપાડા (3) વસાવા કલ્પેશ ગનજીભાઈ રહે. ચિકદા નિશાળ ફળિયુ .તા. ડેડીયાપાડા (4) વસાવા ભૂપેન્દ્ર રમણભાઈ રહે. કેલબાબદા.તા.ડેડીયાપાડા જી.નર્મદા ઓને ડેડીયાપાડા પોલીસે 200 લિટર ડીઝલ અંદાજે રૂપિયા 17,100/-
મોબાઈલ નંગ 3 કિ. રૂ.15,000/- અને સ્વિફ્ટ ગાડી નંબર GJ.01.KE.2614 કિ.રૂ.4,00,000/- કુલ કિ.રૂ.4,32,100/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો છે.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: