
અંકલેશ્વર જી.આઇ.ડી.સી સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાઈ હતી.
https://www.instagram.com/reel/DOtFR1xiGTg/?igsh=MWFtam01MnBmaWZtbQ==
ભરૂચ જીલ્લાના નવ નિયુક્ત પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે વાર્ષીક ઈન્સપેક્શન યોજવામાં આવ્યું હતું.જેમાં નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ ઓઝા અને પી.આઈ.આર.એચ.વાળા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.જે બાદ સરદાર પટેલની વાડી ખાતે લોક દરબાર યોજાયો હતો.જેમાં ટ્રાફિકજામ,સીસીટીવી કેમેરા સહિતના પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને સ્થાનિકોની રજુઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી.