
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ પાસે આવેલા ગણેશ પાર્કના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે CK 24 વેલનેસ સેન્ટર દ્વારા આરોગ્ય જાગૃતિ માટે વિશેષ બોડી એનાલિસિસ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. લોકોને પોતાના આરોગ્ય અંગે જરૂરી તપાસ કરાવવાની સાથે સાથે તંદુરસ્ત જીવનશૈલી જાળવવા માટે જરૂરી માહિતી પણ આપવામાં આવી હતી.
કેમ્પ દરમ્યાન નિષ્ણાતોએ અલગ–અલગ આધુનિક મશીનોની મદદથી બોડી એનાલિસિસ રિપોર્ટ્સ તૈયાર કર્યા. જેમાં ખાસ કરીને
બી.એમ.આઈ. (બોડી માસ ઈન્ડેક્સ)
ચરબી ટકાવારી (Fat %)
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ધોરણ મુજબનું મૂલ્યાંકન
શરીરની ઉમર (Body Age)
આંતરડાની ચરબી (Visceral Fat)
હાથ તથા પગની ચરબી
જવા જેવા આશરે 13 થી 14 પ્રકારના વિગતવાર હેલ્થ રિપોર્ટ્સ વિશે લોકોને સમજ આપવામાં આવી હતી.
https://www.instagram.com/reel/DOu-f8HgCCT
સ્થળ પર જ લોકોએ પોતાના રિપોર્ટ્સ મેળવ્યા બાદ નિષ્ણાતો દ્વારા તેમની હાલની આરોગ્ય સ્થિતિ સમજાવીને આગળ કેવી રીતે ખોરાક, કસરત અને દૈનિક આદતો દ્વારા સ્વાસ્થ્ય સુધારી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ ચેકઅપ કેમ્પ દ્વારા માત્ર તપાસ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય જાગૃતિ પણ ફેલાઈ. લોકોમાં આરોગ્ય અંગે વધુ સતર્ક રહેવાની પ્રેરણા મળી. ખાસ કરીને યુવા પેઢી અને મધ્યવયસ્ક લોકો માટે આ કેમ્પ ખુબ જ ઉપયોગી સાબિત થયો હતો.
આ પ્રસંગે સ્થાનિક લોકોએ CK 24 વેલનેસ સેન્ટરની ટીમને આભાર માન્યો હતો અને ભવિષ્યમાં આવા હેલ્થ કેમ્પો નિયમિત રીતે યોજાતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.