- જમુઈ: બિહારના જમુઈ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગામલોકોએ એક પ્રેમી કપલને નદી કિનારે મળતી વખતે પકડી લીધા અને પછી ભીડે બંનેને પકડી લગ્ન કરાવી દીધા. પહેલા તો ભારે હોબાળો થયો, પણ ગામલોકો વચ્ચે પડ્યા અને મામલો સંભાળી લીધો. જો કે જોતજોતામાં ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ અને દેકારો થઈ ગયો. આ દરમ્યાન ગામના લોકોએ પ્રેમી કપલના લગ્ન કરાવી દેવાનો નિર્ણય લીધો અને એવું જ કર્યું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ મામલે ખૂબ ચર્ચા કરી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પકડાયેલા પ્રેમી કપલની ઓળખ શ્રવણ કુમાર અને સીમા કુમારી તરીકે થઈ છે. સીમા લક્ષ્મીપુર વિસ્તારના સુજની વિસ્તારની રહેવાસી છે, જ્યારે શ્રવણ ઝાઝા વિસ્તારનો રહેવાસી છે. જાણકારી અનુસાર, બંનેની મુલાકાત કોચિંગ ક્લાસ દરમ્યાન થઈ હતી અને ધીમે ધીમે આ દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો, પણ ગામલોકોને તેના વિશે જાણકારી નહોતી. આ આખી ઘટનાએ સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવી દીધો છે, લોકો આ વીડિયો જોઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે
કહેવાય છે કે બંને વચ્ચે એક વર્ષથી લફરું ચાલતું હતું. બંનેની દોસ્તી કોચિંગ ક્લાસ દરમ્યાન થઈ હતી. સોમવારે શ્રવણ કટહલા નદી કિનારે સીમાને મળવા આવ્યો હતો. આ દરમ્યાન ગામના લોકોએ બંનેને રંગેહાથ પકડી લીધા. ત્યાર બાદ રસ્તા પર લઈ આવ્યા અને ત્યાં પૂછપરછ કરી. ભીડ વધતી જોઈ માહોલ ગરમાવા લાગ્યો. ગામલોકોએ બંનેના લગ્ન કરાવી આપવાનો નિર્ણય લીધો. ત્યાંને ત્યાં લગ્નની વિધિ અદા કરી. ઘટનાની જાણકારી મળતા બંનેના પરિવાર પણ સામે આવ્યા હતા.
કહેવાય છે કે છોકરો અને છોકરી બંને પુખ્તવયના છે. મંગળવારે મોહનપુર પોલીસને તેની સૂચના આપવામાં આવી. પોલીસની દેખરેખમાં બંનેના પરિવાર વચ્ચે સમાધાન થયું અને લગ્નને સત્તાવાર રીતે માન્યતા પણ આપી દીધી.