
વાલિયા પોલીસે સોલાર પ્લાન્ટમાં ચોરીના બે ગુનાઓ ઉકેલી કાઢી કોપર વાયરનો જથ્થો ભરેલ ઇક્કો ગાડી સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા.
વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇક્કો ગાડીમાં ચાર ઈસમો કોપર વાયરનો જથ્થો ભરી પીઠોર ગામથી વાલિયા તરફ આવે છે.જેવી બાતમીના આધારે પોલીસે ભુજીયાવડ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 45 કિલો કોપર વાયરનો જથ્થો અને ગાડી મળી કુલ 2.80 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને પીઠોર ગામના કુવા ફળીયા રોહન દયારામ વસાવા, રાજીવ મનીષ વસાવા,આશિષ નિલેશ વસાવા અને નિમેશ કનૈયાલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો.