
ભરૂચમાં નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. દાંડિયા બજાર સ્થિત નાના અંબાજી મંદિરે પ્રથમ નોરતે વહેલી સવારથી જ માઈભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અંબાજી મંદિર ભરૂચમાં શ્રદ્ધા અને આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. મંદિરના મહંત અને ટ્રસ્ટીઓએ વિશેષ પૂજન-અર્ચન સાથે મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. આખો દિવસ આરતી અને ભજન-કીર્તનના કાર્યક્રમો ચાલ્યા હતા.
https://www.instagram.com/reel/DO5OSOak4kK
મંદિર પરિસરમાં વિશેષ સજાવટ કરવામાં આવી છે. આગામી નવ દિવસ સુધી દરરોજ અલગ-અલગ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. રાત્રે ભક્તિમય ગરબા અને દાંડિયાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. માતાજીના દર્શન માટે આવેલા ભક્તોએ આશીર્વાદ મેળવી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામવાની અપેક્ષા છે.