Satya Tv News

વીસીઈ અને સરપંચ વચ્ચે મતભેદ થતા બે મહિના થી ગ્રામ પંચાયત કચેરી ને સરપંચે તાળું મારી દીધું

સરપંચ એ ટીડીઓ સહિત સીએમ ને પણ રજૂઆત કરી છતાં કોઈજ નિરાકરણ આવ્યું નથી

સરપંચ અને વીસીઈ એકબીજા ના માથે દોષના ટોપલા નાંખતા તાળું ક્યારે ખુલે એ કહેવું મુશ્કેલ!!!

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની ગ્રામ પંચાયત ને છેલ્લા બે મહિના થી સરપંચે તાળું મારી દેતા કામગીરી ખોરંભે ચઢી છે. જોકે સરપંચ અને વીસીઈ વચ્ચે મતભેદ થતા સરપંચે તાળું માર્યું હોવાનું જાણવા મળ્યું છે.અમે આ બાબતે ત્યાંના વીસીઈ યોગેશભાઈ વસાવા ને રૂબરૂ મુલાકાત લેતા તેમણે મૌખિક જણાવ્યું કે ત્યાં વારંવાર ઇન્ટરનેટ બંધ થાય કે અન્ય ઓનલાઇન તકલીફ હોય કામગીરી પૂરી કરવા મારે રાત્રે પણ પંચાયત કચેરી માં બેસવું પડે છે, તેમાં સરપંચ વાંધો ઉઠાવી કામગીરી કરતો નથી તેવી વાતો કરી માથાકૂટ કરે છે. જ્યારે આ બાબતે ગામના સરપંચ રઘુભાઈ સાથે રૂબરૂ મુલાકાત લઈ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે વીસીઈ યોગેશ વસાવા કામગીરી ના ખોટા અને વધારાના રૂપિયા લોકો પાસે લે છે અને રાત્રે પંચાયત કચેરી માં કોઈ કામગીરી નથી કરતો પણ બધા ને ભેગા કરી નાટક કરે છે, હું એને પગાર આપું છું તો મારું કહેલું એણે માનવું જોઈએ જે નથી માનતો અને પોતાની મનમાની કરે છે, તેમજ અમુક પાર્ટી ના લોકોના કામ નહી કરી અમુક ના જ કરે છે જે ખોટું છે કોઈપણ વ્યક્તિ સાથે પક્ષપાત નહી રાખી તમામ લાભાર્થીઓ ના કામ તેણે કરવા પડે. 30 જેટલા લોકો ના ખોટી રીતે ઘર નંબર આપી રજીસ્ટર માં આ ઘર ચઢાવી દીધા છે. એ વીસીઇ ની સત્તા મા નથી છતાં આમ કર્યું, તેમજ KYC કરવા માટે પણ લોકો પાસે ખોટા રૂપિયા પડાવી લીધા છે. અને રાત્રે કચેરી ખોલી બેસતો હોવાથી મેં કચેરી ને તાળું માર્યું ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરી જેમાં તાલુકા વિકાસ અધિકારી એ પંચાયત નો ઠરાવ કરી આપો તેમ કહેતા અમે ઠરાવ પણ તાલુકા વિકાસ અધિકારી ને આપ્યો છતાં કોઈજ કાર્યવાહી નહીં થતા આખરે મેં તાળું મારી દીધું. ત્યારબાદ અને દેડિયાપાડા ટીડીઓ જગદીશ સોની નો સંપર્ક કરતા વીસીઈ ને છુટા કરવાના પાવર તાલુકા વિકાસ અધિકારી પાસે નથી. જિલ્લા કક્ષાએ આના પાવર છે, વીસીઈને નિમણુક કરવી કે છૂટા કરવા, ફક્ત અહી થી આપને ઠરાવ કરી ને જ જિલ્લા કક્ષાએ મોકલવાના હોય છે. આનો પાવર જિલ્લા પંચાયત પાસે હોય છે તેમ જણાવ્યું હતું.આ પ્રકરણમાં મહત્વની વાત એ છે કે સરપંચ અને વીસીઈ વચ્ચેના મતભેદમાં ગ્રામ પંચાયત કચેરીને તારા માર્યા એ બાબત ગામમાં ચર્ચાસ્પદ બની છે. અને ગ્રામ પંચાયત કચેરી નું તાળું ખોલાવવા માટે અધિકારીઓ કાર્યવાહી કરે તે જરૂરી છે

*રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા*

error: