


ઉજવણીમાં એનીમિયા અને પોષણ વિશે સમજ તેમજ સરકારસશ્રી દ્વારા મળતી યોજનાઓ અંગે માહિતી અપાઈ
નર્મદા: પોષણ ઉત્સવ ૨૦૨૫ અંતર્ગત ICDS ડેડિયાપાડા ઘટક-1 માં પોષણ માહની ઉજવણી પીપલોદ પ્રાથમિક શાળા ખાતે પોષ્ટિક વાનગી સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
પોષણ માહની ઉજવણી દરમિયાન પીપલોદ પીએચસી મેડિકલ ઓફિસરશ્રી દ્વારા એનીમિયા તેમજ પોષણ વિશે સમજ આપવામાં આવી તેમજ આઈસીડીએસ સ્ટાફ દ્વારા સરકારસશ્રી દ્વારા મળતી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પોષણ ઉત્સવ ઉજવણીમાં THR અને મિલેટ્સ માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી બનાવીને સ્પર્ધા યોજી, આ વાનગી સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, અને તૃતીય ક્રમે આવેલ વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતાં.
અંત્રે ઉલ્લેખનીય છે કે, પોષણ ઉત્સવ ૨૦૨૫ની ઉજવણી જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં મિલેટ્સનો ઉપયોગ કરવાથી થતા ફાયદા અને રોજ-બરોજના જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવા અંગેની માહિતી આપવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતના સભ્યશ્રી, આમના આગેવાનો અને વાલીશ્રીઓ, ICDS, આરોગ્ય સ્ટાફ, CMTC ન્યુટ્રીશન આસિસ્ટન્ટ, RBSK ટીમ, સગર્ભા અને ધાત્રી માતાઓ સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યાં હતાં.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા