
ઘણા સમયથી બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફની પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ રહી હતી. કહેવાતું હતું કે અભિનેત્રી પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં છે અને ટૂંક સમયમાં માતા બનશે. કેટરિના કૈફ અને વિક્કી કૌશલ માતા-પિતા બનવાના છે એવી અફવાઓથી જ તેના ફેન્સ ઉત્સાહિત હતા. હવે આ ઉત્સાહને વધારતા કેટરિના કૈફ અને વિક્કી કૌશલે સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી દીધી છે. કપલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ મમ્મી-પપ્પા બનવાના છે. કેટરિના અને વિક્કીની એક તસવીર પણ સામે આવી છે, જેમાં કેટરિના ગર્ભવતી જોવા મળી રહી છે.