
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે 48 પરથી પશુઓની ગેરકાયદે હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી 17 ભેંસને મુક્ત કરાવી છે.
સ્થાનિક રહેવાસી સચિન ઉપાધ્યાયની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. નવજીવન હોટલ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ભેંસો મળી આવી હતી.
આરોપીઓ પાસે પશુઓની હેરાફેરી માટેના કોઈ કાયદેસરના દસ્તાવેજો નહોતા. પોલીસે ભરૂચના કહાન ગામના એઝાજ હુસૈન યાકુબ ધારીયા અને વડોદરાના વલણ ગામના સકીલ યાકુબ ભગતની ધરપકડ કરી છે. આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.