
ભરૂચ ના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ સેવાની કરવામાં આવી શરૂઆત
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી છે. એમ.કે. કોલેજના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં આ સેવાનો પ્રારંભ કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચના ભોલાવ ડેપોથી શરૂ થતી આ સેવા અંકલેશ્વર, ભડકોદરા, માંડવા, ભોલાવ તેમજ અંકલેશ્વર જી.આઇ.ડીસી સુધી વિસ્તરશે. રોજ સવારે 7:15 વાગ્યે પ્રથમ ટ્રિપ ઉપડશે અને દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે. મુસાફરો માટે ભાડું માત્ર ₹20 નક્કી કરાયું છે, જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ જી.આઇ.ડીસીમાં રોજગારી માટે આવતા હજારો કામદારોને રાહત મળશે. ખાસ કરીને આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચશે.
https://www.instagram.com/reel/DPD8D_ggOtY
આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, “નર્મદા મૈયા બ્રિજ પર રેલિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે આવતા સમયમાં આપઘાતના બનાવોમાં ઘટાડો થશે. સાથે જ જો વિદ્યાર્થીઓ અથવા મુસાફરો તરફથી આ સેવાના સંચાલન સંબંધિત કોઈ રજૂઆત આવશે તો તેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે.”આ કાર્યક્રમમાં હાજર યુવા નેતા યોગી પટેલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ એસ.ટી. વિભાગનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “આજે વિદ્યાર્થીઓ અને કામદારો માટે સાચે જ રાહતરૂપ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા માત્ર મુસાફરીની સુવિધા પૂરતી નથી પરંતુ ભરૂચ અને અંકલેશ્વરને જોડતો મહત્વનો જીવાડો સાબિત થશે.”આ પ્રસંગે એમ.કે. કોલેજના આચાર્ય વિજય જોષી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી, નાગરિકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.