Satya Tv News

રાજપીપળા માં બાલિકા ગરબા ધૂમ મચાવી રહ્યા છે. રાજપીપલા ના ચોર્યાસી ની વાડી પાસે ઋણમુક્તેશ્વર યુવક મંડળ દ્વારા અડકો-દડકો ગરબા હોત્સવ નું આયોજન 18 વર્ષ થી કરવામાં આવે છે.

અડકો દડકો ગરબા માં 3 વર્ષ થી 12 વર્ષ સુધી ના બાળકો અને બાલિકા ઓ એ ભાગ લીધો છે. મોટેરાઓ તો મોટા મોટા પાર્ટી પ્લોટ માં કે મોટા ગરબાના આયોજન માં ભાગ લેતા હોય છે પણ નાના ભૂલકાઓ ગરબા રમવા ક્યાં જાય તેનો વિચાર કરી ને ઋણમુક્તેશ્વર યુવક મંડળ સંચાલિત અડકો-દડકો ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.બાળકો અહીં મન મૂકી ને ગરબા રમતા હોઈ છે. ગરબા ની શરૂઆત પેહલા માતાજી ની આરતી અને ત્યારબાદ રાષ્ટ્રગીત ગવડાવવામાં આવે છે

આ વર્ષે પણ બાલિકા ગરબા નું આયોજન કરવામાં સાવ્યું છે જેમાં 300 થી પણ વધુ બાળકો અને બાલિકા ઓ એ અડકો-દડકો નવરાત્રી મહોત્સવ માં ભાગ લીધો છે.ગરબા શરૂ થતાં પેહલા રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવે છે અને પછી જ ગરબા ની શરુઆત કરવામાં આવે છે. બાળકોને રોજે રોજે લ્હાણી પણ અહીં આપવામાં આવે છે.શારદીય નવરાત્રી ની આઠમ ના દિવસે ગરબા માં આવતી તમામ બાલિકાઓ ના મંડળ દ્વારા ચરણ પખરવામાં આવે છે. ધાર્મિક કાર્યો માં હર હંમેશ ઋણ મુક્તેશ્વર યુવક મંડળ અગ્રેસર રહેતું હોય છે.શિવરાત્રી હોઈ ગણેશ મહોત્સવ હોઈ કે ચૈત્ર નવરાત્રી દરમિયાન નવચંડી યજ્ઞ હોઈ હંમેશા કોઈને કોઈ ધાર્મિક કાર્યક્રમો અહીંયા થતા જ રહેતા હોય છે.ગણેશ મહોત્સવ માં આ વર્ષે મંડળ દ્વારા ઓપરેશન સિંદુર ની થીમ બનાવી હતી અને કાશ્મીર માં પ્રવાસીઓ પર હુમલો થયો અને જે લોકો શહીદ થયા તેમને શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: