Satya Tv News

અંકલેશ્વર ONGC કોલોની ખાતે રાવણ દહનનો કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાવણ મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.

જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીની પુર્ણાહુતી સાથે જ દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.લોકો પોતાનામાં રહેલા અહંકારને પણ દૂર કરે છે.એકતાના ભાવ સાથે દશેરાના તહેવાની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર શહેરની ONGC કોલોની ખાતે રામલીલા સહિત રાવણ દહનના કાર્યક્રમનું આયોજન છેલ્લા 49 વર્ષથી કરવામાં આવે છે. ઉત્તર ભારતીય સમાજ દ્વારા અહીં રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 40 દિવસથી રાવણ,કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેમાં 350 કિલો બમ્બુ વાંસ,500 કિલો પેપર અને સાડી સહિતનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે.જ્યારે ચાલુ વર્ષે નાસિકથી મંગાવેલ આતશબાજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.50 ફૂટના ત્રણેય પૂતળા બનાવવામાં આવ્યા છે.અને દશેરા પર્વ પર અસત્ય પર સત્યની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

error: