Satya Tv News

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે સ્વીફ્ટ કારમાં દેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વરથી સુરત તરફ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે હાઇવે ઉપર નવજીવન કટની સામે લાભેશ્વર માર્બલ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 648 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે 1.29 લાખનો દારૂ અને કાર મળી કુલ 3.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અનેઅમરતપરા ગામની નવી નગરી ખાતે રહેતો અમૃત ઉર્ફે જેક્કી દલસુખ વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો હતો.

error: