
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ. આર.એચ.વાળા અને સેકન્ડ પી.આઈ. એમ.જી.રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી મુંબઇ ખાતે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને મુંબઈના અંધેરી વેસ્ટ ખાતે રહેતો દર્શીત જયેશ ભાનુશાળીને ઝડપી પાડ્યો હતો.