Satya Tv News

નર્મદાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા જિલ્લા પંચાયતના ટીલીપાડા ગામે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચિકદા જિલ્લા પંચાયતમાં આવેલ ટીલીપાડા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ના પ્રમુખ નિલભાઈ રાવ ની ઉપસ્થિતમાં અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમિત પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય હિતેશભાઈ વસાવા તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન આમ આદમીપાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પાર્ટીમાં જોડાયા હતા.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દરેક ક્ષેત્ર ના વિકાસ માટે વિશેષ ધ્યાન આપીને વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે અને વડાપ્રધાન શ્રી ના વિચારધારા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દેશના વિસ્તારમાં પણ વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી જોઈને દિવસ અને દિવસે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ આજ રોજ તા.29, સપ્ટેમ્બર,2025 ના રોજ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને વિચારધારા થી પ્રેરાય ને પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ટીલીપાડા ખાતે જિલ્લા ભાજપ ના પ્રમુખ નિલભાઈ રાવ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમિત પર્યુષાબેન વસાવા તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈને આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભવોએ તમામ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતા.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*

error: