- અસમાજીક તત્વોમાં ફફડાટ,હજુ કેટલાક બુટલેગરો ઉપર લટકતી તલવાર
- ભરૂચ જીલ્લાના નેત્રંગ પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ હેઠળના લીસ્ટેડ બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.જેમાં નેત્રંગ પીઆઇ આર.સી.વસાવાએ આવા આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ ટીમને સુચના આપેલ હતી.જે દરમિયાન નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં કમ્બોડીયા ગામે રહેતા પ્રવિણભાઇ ગુલાબસિંહ પાટણવાડીયા પ્રોહિબિશન સબંધી ગુનાઓમાં સંડોવાયેલ હોઇ,તેના વિરૂધ્ધ પાસા ધારાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચને મોકલી આપેલ હતી. જેના આધારે અસામાજીક તત્વોને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત કરવા વોરંટ ઇશ્યુ કરવાનો હુકમ જીલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચ તરફથી મળતા નેત્રંગ પોલીસ પ્રવિણભાઇ ગુલાબસિંહ પાટણવાડીયા રહે.પટેલ ફળિયું કમ્બોડીયા તા.નેત્રંગ જિ.ભરૂચનાને ઝડપી લઇને પાસા વોરંટની બજવણી કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.હજુ નેત્રંગ તાલુકાના કેટલાક બુટલેગરોને આગામી ટુંક સમયમાં પાસા હેઠળ અટકાયત કરાઈ તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Post Views: 206
error: