સંઘ સ્થાપનાના ૧૦૦ વર્ષ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોશક્તિનાથ નગર ખાતે પથ સંચાલન,

પ્રકટ કાર્યક્રમ અને ફૂલવર્ષા સાથે ઉજવણીભરૂચના શક્તિનાથ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫” અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સંઘના સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, તે અંતર્ગત ભરૂચમાં પણ ઉત્સવ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો.વિજયાદશમી હિંદુ સંસ્કૃતિમાં વિજયોત્સવ તરીકે ઉજવાય છે — સાત્વિક શક્તિઓના આસુરી શક્તિઓ પર વિજયનું પ્રતિકરૂપ ગણાતો આ પર્વ પરાક્રમ, પૌરુષ અને ધાર્મિક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયેલી હોવાથી સંઘ પરિવાર માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે.શક્તિનાથ નગર ખાતે આ વર્ષે વિજયાદશમી નિમિત્તે પથ સંચાલન અને પ્રકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી પથ સંચાલનની શરૂઆત કરી વિવિધ શહેરના નારાયણ નગર,અંબિકા નગર શક્તિનાથ થઈ સિધ્ધનાથ નગર ખાતે ના ગરબા ગ્રાઉન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું. પથ સંચાલન દરમિયાન માર્ગ પર ઊભા રહી લોકોએ ફૂલવર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે મા. પ્રાંત સંઘચાલક ડો. ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જયારે વિશેષ ઉપસ્થિતિ જયેશભાઈ મણીકાંત પરીખ (સ્થાપક ટ્રસ્ટી, મનમૈત્રી સેવા ફાઉન્ડેશન) અને પ્રજ્ઞેશ ગોસ્વામી (શક્તિનાથ નગર કાર્યવાહ) રહી હતી.મુખ્ય વક્તા ડો. ભરતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી સમાજમાં પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, પંચ પરિવર્તન, કુટુંબ પ્રબોધન અને નાગરિક જવાબદારી જેવા મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, “સંઘનું ધ્યેય વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્રસેવાને સમર્પિત છે.”