

નર્મદા અને ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરીના ઉપક્રમે નર્મદા તથા ગાંધીનગર જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન સહકાર ભવન, એકતાનગર ખાતે યોજાયું હતું.આ સેમિનારમાં શાળાઓના મુખ્યશિક્ષકો અને વહીવટી કર્મચારીઓને શૈક્ષણિક દસ્તાવેજી પ્રક્રિયા, શાળા વહીવટ, નાણાકીય વ્યવસ્થાપન તેમજ સરકારી યોજનાઓના અમલીકરણ અંગે માર્ગદર્શન અપાયું હતું. ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ ડૉ.મિતેષ મોદીએ શાળા સ્તરે વહીવટી પારદર્શિતા અને સમયસર કામગીરી માટે તાલીમ ખુબ જરૂરી છે તેમ જણાવ્યું હતું. અધિવેશનમાં નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીડૉ. કિરણબેન પટેલ તથા ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગવાનભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ મિતેશભાઈ મોદી, સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા, આચાર્ય સંઘના મંત્રી તુષારભાઈ પટેલ, શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ અને શિક્ષક સંઘના મંત્રી પરેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત થયેલા કર્મચારીઓનું શાલ ઓઢોડી, મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. આ અધિવેશનમાં નર્મદા તેમજ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સ્ટાફ સભ્યો, મહામંડળના હોદ્દેદારો તથા અન્ય જિલ્લાઓના પ્રમુખશ્રી-મંત્રીશ્રી અને હોદ્દેદારઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*