વડાદલા તાલુકામાં જીએનએફસીના ગેટની પાછળ રહેતા ભરતભાઈ વસાવા છૂટક મજૂરી કરે છે. તેમણે નોંધાવેલી ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે પટેલ ફળિયામાં રહેતા હેમિષાબેન (નામ બદલ્યું છે)એ મારી પાસે મકાનનુ બાકી ભાડું માંગતા સંબંધી પાસેથી રૂ.1500 ઉછીના લઈ ભાડું આપવા માટે તેમના ઘરે ગયો હતો.
ભાડું આપી તેમના ઘરમાં બેસી વાતચીત કરતો હતો. તે વખતે હેમિષાબેનના પતિ બાબુભાઈ અને પુત્ર સુમિત વતન મધ્યપ્રદેશથી પરત આવી પહોંચતા હેમિષાબેન સાથે મારા આડા સંબંધની શંકાએ પિતા પુત્રએ મને ગાળો આપી માર માર્યો હતો. અને ઘરની આજુબાજુ દેખાશે તો ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.