Satya Tv News

અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક હાઇવે ને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા મોડી રાત્રે ભાગદોડ મચી જવા પામી હતી.અંકલેશ્વર નજીકનાં સ્ક્રેપ માર્કેટમાં અવાર નવાર આગ ફાટી નીકળવાનો સિલસિલો અકબંધ રહેવા પામ્યો છે.

https://satyatvnews.com/gologin

ગતરોજ મોડી રાત્રે નોબલ સ્ક્રેપ માર્કેટમાં આવેલા વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભુકી ઉઠી હતી.આગને પગલેગોડાઉનની નજીક જ આવેલ ભડકોદ્રા ગ્રામ પંચાયતની વેસ્ટ મેનેજમેન્ટ સાઈડમાં એકત્ર થયેલો કચરો પણ સળગી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.આ આગ અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરોની ત્રણ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને નિયત્રંણમાં લીધી હતી. જોકે મોટેભાગે કેમિકલ વેસ્ટની પ્લાસ્ટિક બેગનો કચરો હોય સવારે પણ અંશતઃ આગ ચાલુજ રહેવા પામી હતી.આ આગની ઘટનામાં ગોડાઉનમાં ભરેલ તમામ વેસ્ટ પ્લાસ્ટિક કચરો બળીને ખાખ થઇ ગયો હતો

error: