
દિવાળી પૂર્વે અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ યોજાયું હતું, જેમાં અંદાજે 40 જેટલાં એજન્ડાઓ ચર્ચાસ્પદ રહ્યા હતા. કેટલાક એજન્ડાઓમાં વિપક્ષ દ્વારા આંશિક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, છતાં મોટા ભાગના એજન્ડાઓને મજૂરી આપવામાં આવી
https://www.instagram.com/reel/DP0tEUiiMd-/?igsh=N2x5emVsY2ZoNzVp
અંકલેશ્વર: દિવાળી પૂર્વે અંકલેશ્વર પાલિકા સભાખંડ ખાતે ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ યોજાયું હતું, જેમાં અંદાજે 40 જેટલાં એજન્ડાઓ ચર્ચાસ્પદ રહ્યા હતા. કેટલાક એજન્ડાઓમાં વિપક્ષ દ્વારા આંશિક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, છતાં મોટા ભાગના એજન્ડાઓને મજૂરી આપવામાં આવી.મુલાકાતી બોર્ડ મિટિંગમાં શહેરના વિકાસ અને સુંદરીકરણ સંબંધિત વિવિધ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરની સાફસફાઈ, લાઈટિંગ અને જાહેર સ્થળોના નવનિર્માણ તેમજ જાળવણી જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી.પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતએ જણાવ્યું હતું કે, “શહેરની ભવિષ્યદ્રષ્ટિ સાથે સુંદરીકરણ અને વિકાસ માટેના નિર્ણયો લેવાયા છે, જેને લોકહિતમાં ઝડપથી અમલમાં મૂકવામાં આવશે.” જ્યારે વિપક્ષી સભ્ય રફીક ઝઘડિયાવાલાએ કેટલાક એજન્ડાઓમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી હતી અંતે, વિવિધ મુદાઓ પર ચર્ચા અને વાંધાઓ બાદ મોટાભાગના એજન્ડાઓને મંજુર કરવામાં આવ્યા હતા. પાલિકા દ્વારા જાહેર સુવિધાઓમાં સુધારા અને નવા પ્રોજેક્ટ્સને લગતા નિર્ણયો લઈને શહેરને વધુ સુધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.