
ભરૂચ એલસીબીએ નવી દિવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના માણસો થકી નવી દિવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસે ગલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 47 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 11 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 61 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુના બોરભાઠા બેટ ગામના પોલીસ ફળિયામાં રહેતો વિજય મેલા વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે કુખ્યાત બુટલેગર કિશન વસાવા અને રામુ મના વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે