
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે.
https://www.instagram.com/reel/DP3So1JCKkr/?igsh=NXBiNmppN3BiM2U1: અંકલેશ્વર: દિવાળી પૂર્વે NH 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 1 કરોડથી વધુના દારૂ સાથે 2 આરોપીઓની ધરપકડબી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છેઅંકલેશ્વર બી ડિવિઝન પોલીસને મળી સફળતામાંડવા ટોલનાકા નજીક કાર્યવાહીટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયોરૂ.1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો2 આરોપીઓની પોલીસે કરી ધરપકડઅંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. બી ડિવિઝન પોલીસે રૂપિયા એક કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી છેઅંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રકમાં વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસકર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી.આ દરમિયાન બાદમીવાળી ટ્રક નંબર NL-01-L-7828 આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતા પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ટ્રકમાંથી રૂ. 1.36 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની 26 હજાર નંગ બોટલ કબજે કરી હતી.આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વિદેશી દારૂનો મોટો જથ્થો કરછના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.