

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલ મેરેજ હોલમાં જુગાર રમતા 5.81 લાખના મુદ્દામાલ સાથે 18 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોયા બજાર જલારામ મંદિર સામે રહેતો મોહમ્મદ સાકીર હનીફ મુલ્લા રીગલ હોલના કમ્પાઉન્ડમાં આવેલ મેરેજ હોલમાં બંધ બારણે જુગાર રમાડી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી 1 લાખ અને વાહનો મળી કુલ 5.81 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને જુગાર રમતો જુગારી સાકીર હનીફ મુલ્લા,શાહ નવાઝ મુખતિયાર શેખ,ગુલામ અકબર બશિર અહેમદ મુલ્લા,તનવીર રિયાઝ અહેમદ મુલ્લા સહિત 18 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.