
કોસંબા નજીકની ધમરોડ જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.પોલીમર્સ કંપનીમાં અગમ્ય કારણોસર ચાર જેટલા કામદારો દાઝી ગયા હતા.
ગત મોડી કોસંબા નજીક ધમરોડ જી.આઈ.ડી.સી.માં આવેલ જે.બી.પોલીમર્સ કંપનીમાં અગમ્ય કારણોસર ચાર જેટલા કામદારો દાઝી જવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં દાઝી ગયેલ તમામ કામદારોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.તો ઘટનાને લઈ કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.