Satya Tv News

ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે

https://www.instagram.com/reel/DQW2bdNiMrH/?igsh=bDRxcmYzNHU4djdm: કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન

રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર-હાંસોટ પંથકમાં પડેલા આશરે ૫ ઇંચ વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે.ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની ગઈ છે. અનેક ખેતરોમાં કપાસના છોડ પલળી જતા ધોવાઈ ગયા છે, જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જશે એવી આશંકા વ્યક્ત થઈ રહી છે. અનેક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને કપાસના બોલ્સ ભીની હાલતમાં ખેતરમાં જ પડેલા જોવા મળ્યા.આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો સરકાર સમયસર મદદરૂપ નહીં બને તો અનેક ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવી મુશ્કેલ બનશે.

error: