
અંકલેશ્વરમાં એલસીબી પોલીસે હાઈવે પાસે આવેલી સિલ્વર સેવન હોટલની પાછળથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું. આ ટેન્કર મહારાષ્ટ્રથી એસિડિક એસિડ ભરેલું સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ખાલી કરવા માટે નીકળ્યું હતું, પરંતુ ખોટી બિલ્ટી આધારે તે અંકલેશ્વર પહોંચ્યું હતું. અહીં ટેન્કરમાંથી સેમ્પલ લઈને ગેરકાયદે વેચાણ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો.
https://www.instagram.com/reel/DQbHaTKiPiL/?igsh=eTR4cXl6b2F2eTdq
એલસીબીના પી.એસ.આઈ. આર.કે. તોલાણીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતીના આધારે સ્થળ પર પહોંચી દરોડો પાડી ટેન્કર ઝડપ્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે ટેન્કર મહારાષ્ટ્રથી “શિવાંશ કંપની”ના કેમિકલ ઈન્વોઈસ નામે મોકલાયું હતું. ટેન્કરમાંથી 23,710 લીટર જેટલું શંકાસ્પદ એસિડિક એસિડ ભરાયેલું હોવાનું સામે આવ્યું છે.
એલસીબીએ ટેન્કર ચાલક શૈલેષ લાલબિહારી યાદવને ઝડપી પાડી બી.એન.એસ. કલમ 106 હેઠળ ગુનો નોંધ્યો છે. જીપીસીબી અને એફએસએલની ટીમો સ્થળ પર પહોંચી સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે.
કુલ રૂપિયા 23.44 લાખના મુદ્દામાલ, જેમાં 3.44 લાખના કેમિકલ વેસ્ટ અને ટેન્કરનો સમાવેશ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો છે. એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કે આ જોખમી કેમિકલ બિનઅધિકૃત રીતે વેચાણ કરવા પાછળ કોણ-કોણ સંડોવાયેલ છે.