Satya Tv News

1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે રાજ્યના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. જોકે, આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે-ધીમે નબળી પડશે.

અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ઠંડો પવન ફૂંકાશે. જોકે વહેલી સવારથી વાતાવરણ ધુમ્મસભર્યું જોવા મળ્યું હતું. અને વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આગામી દિવસોમાં રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

error: