Satya Tv News

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં વાગરા-ઓરા કેનાલ માર્ગ પર એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક અર્ટિગા કાર અને મોટરસાઇકલ વચ્ચે ટક્કર થતાં મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

https://www.instagram.com/satyatvnews2002/reel/DQgpJ3fCNLf

પ્રાપ્ત માહિતી અનુસાર, કેનાલ રોડ પર ઝડપથી આવી રહેલી અર્ટિગા કાર અને સામેથી આવતી મોટરસાઇકલ વચ્ચે અચાનક અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોટરસાઇકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી અને તેનું ઘટનાસ્થળે જ અવસાન થયું. બાઇક પર સાથે બેઠેલા અન્ય ઘાયલ યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

અકસ્માતની જાણ થતાં જ વાગરા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલ્યો હતો. પોલીસે કારચાલકની લાપરવાહી કે અન્ય કારણોસર અકસ્માત સર્જાયો છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

error: