Satya Tv News

ભરૂચ એલસીબીએ ઇખર ગામના કરકા કોલોનીમાંથી જુગાર રમતા 9 જુગારીયાઓને 8.51 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

ભરૂચ એલ.સી.બી.નો સ્ટાફ જંબુસર ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ઈખર ગામે કરકા કોલોનીમાં ઈકબાલખા ઈબ્રાહીમખા પઠાણના ઘરે અયુબભાઇ ઈબ્રાહીમભાઈ પઠાણનાનો બહારથી કેટલાક ઈસમો બોલાવી જુગાર રમાડી રહ્યો છે. જેવી બાતમીના આધારે સ્થળ પર રેઇડ કરતા જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. એલસીબીની ટીમે સ્થળ પરથી રોકડા રૂપીયા 25,780 તથા 5 મોબાઇલ ફોન ઔરા ગાડી તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ કિંમત 8.51 લાખના મુદ્દામાલ સાથે અયુબ પઠાણ, સિરાજ પટેલ, ચંદુ માળી, ઈમરાન રફીક પઠાણ, લાલજી વસાવા સહિત 9 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા.

error: