Satya Tv News

બાયડ-દહેગામ હાઇવે પર આજે એક અત્યંત ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આંબલીયારા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે બાઇક સવાર યુવકને અડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતક યુવકના શરીરના બે ટુકડા થઈ ગયા હતા.

https://www.instagram.com/reel/DQi07psiNL8/?igsh=MW84bWplbHB2aGsyeQ==

પ્રાપ્ત માહિતી અનુસાર સંજય સોલંકી નામનો આશાસ્પદ યુવાન બાઇક પર સવાર થઈ બાયડ-દહેગામ હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આંબલીયારા નજીક એક બેફામ ડમ્પર ચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં સંજય સોલંકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાંની સાથે જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. યુવકની આ પ્રકારે કરુણ મોતથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તાત્કાલિક ધોરણે પોલીસને આ અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવનાર ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

error: